Search This Website

Showing posts with label જનરલ નોલેજ. Show all posts
Showing posts with label જનરલ નોલેજ. Show all posts

July 30, 2019

ભારત - મિશન ચંદ્રયાન -2 લોન્ચ કરી ભારતે ઇતિહાસ રચ્યો.

ભારત - મિશન ચંદ્રયાન -2

💠 ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ ફરી એક વખત ચંદ્ર પર પોતાનું ઉપગ્રહ મોકલવાની જાહેરાત કરી દીધી છે. આ પહેલા ઓક્ટોબર 2008માં ઇસરોએ ચંદ્રયાન-1 ઉપગ્રહને ચંદ્ર પર મોકલ્યું હતું.

💠 ઇસરોએ આ વખતે ચંદ્રયાન-2ની ઘોષણા કરી છે. આ ઉપગ્રહને 15 જુલાઈની સવારે 2.51 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી છોડવામાં આવશે. તેના પર કુલ ખર્ચ 600 કરોડ રૂપિયા કરતાં વધારે બતાવવામાં આવી રહ્યો છે.

💠 3.8 ટન વજન ધરાવતા ચંદ્રયાન-2ને જીએસએલવી માર્ક-3ના માધ્યમથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

💠 ચંદ્રયાન -2 ઉપગ્રહ ખૂબ ખાસ છે કેમ કે તેમાં એક ઑર્બિટર છે, એક વિક્રમ નામનું લેંડર છે અને એક પ્રજ્ઞાન નામનું રોવર છે.

💠 પહેલી વખત ભારત ચંદ્રની સપાટીએ સૉફ્ટ લૅન્ડિંગ કરશે જે સૌથી વધારે મુશ્કેલ કામ હોય છે.

💠 ભારત પોતાના ઉપગ્રહની છાપ ચંદ્ર પર છોડશે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ મિશન છે.

💠 ભારત ચંદ્રની વિજ્ઞાનની શોધમાં જઈ રહ્યું છે અને સરોનું માનવું છે કે આ મિશન સફળ રહેશે.

💠 ચંદ્રયાન -1નું મિશન બે વર્ષનું હતું પરંતુ તેમાં ખરાબી આવ્યા બાદ આ મિશન એક વર્ષમાં જ સમાપ્ત થઈ ગયું. એ પ્રમાણે જો જોવામાં આવે તો ઇસરો કહે છે કે તેણે ચંદ્રયાન-1માંથી બોધ લઈને ચંદ્રયાન-2 મિશનમાં તેમણે બધી ખામીઓને દૂર કરી દીધી છે.

💠 ઇસરોએ કહ્યું છે કે તેણે ચંદ્રયાન-2ને એ રીતે બનાવ્યું છે કે તેનું ઑર્બિટર આખા વર્ષ દરમિયાન ચંદ્રની કક્ષામાં કામ કરે અને લેંડર તેમજ રોવર ધરતીના 14 દિવસ માટે ચંદ્રની સપાટી પર કામ કરશે.

💠 લેંડર અને રોવર 70 ડિગ્રીની અક્ષાંશ પર ચંદ્રમાંના દક્ષિણ ધ્રુવ પર જઈ રહ્યા છે. આજ સુધી કોઈ દેશે કોઈ પણ મિશન આટલા દક્ષિણી બિંદુ પર નથી કર્યું.
ભારત ત્યાં જઈ રહ્યું છે જ્યાં આજ દિન સુધી કોઈ દેશે જવાની હિંમત કરી નથી.

💠 ઇસરોનું માનવું છે કે દક્ષિણ ધ્રુવમાં ચંદ્રની સપાટી પર પાણીના કણ મળશે અને જો પાણી મળે છે તો આગામી દિવસોમાં ક્યારેય ત્યાં રહેવું પડે તો તે રસ્તો ખોલી શકે છે. પાણીની શોધ અને પાણી મળી જાય તો ત્યાં રહેવાની આશા, આ ચંદ્રયાન-2નો ઉદ્દેશ છે.

💠 ભારતના અંતરિક્ષ કાર્યક્રમનું લક્ષ્ય અત્યાર સુધી પોતાની જનતાને તેનાથી લાભ પહોંચાડવાનો હતો. તેમાં ઇસરો ઘણી હદે સફળ રહ્યું છે.

💠 ભારતના ખેડૂત હોય, માછીમારો હોય કે તમે અને અમે કે જેઓ એટીએમથી પૈસા કાઢી શકીએ છીએ, તે માત્ર આપણા ઉપગ્રહની મદદથી જ થાય છે.

💠 આગામી સમયમાં ઇસરો વિજ્ઞાનનું કામ કરવા માગે છે. તેમાં તે પાછળ રહેવા માગતું નહીં.

💠 ઇસરોનો ઉદ્દેશ છે કે તે જલદી 2022 સુધી ગગનયાનથી એક ભારતીયને ભારતની જમીન પરથી અને ભારતને રૉકેટથી અંતરિક્ષમાં મોકલે.

💠 વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેનો વાયદો કરી ચૂક્યા છે કે ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પહેલા આ મિશન પૂર્ણ કરી લેવામાં આવશે

💠 ચીન દરેક પરિસ્થિતિમાં ભારતથી ક્યાંકને ક્યાંક ઘણું આગળ છે પરંતુ ભારતમાં પોતાની આવડતમાં પાછળ નથી. અંતરિક્ષ વિભાગ તેને પૂર્ણ કરી રહ્યું છે.

💠 ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે અને હજુ તે એમ કરતું જઈ રહ્યું છે. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ભારત પાસે સૌથી વધારે ઉપગ્રહ છે.

💠 દુનિયામાં ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના દબદબાને લોકો માને છે અને તેઓ કહે છે કે ભારતનો આ કાર્યક્રમ લોકોના ફાયદા માટે છે.

Read More »

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

JOIN OUR TELEGRAM CHANNEL

Join This Site